6/recent/ticker-posts

વાડ મુખ્ય પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

      

વાડ મુખ્ય પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

તારીખ 30/12/23 થી તા.31/12/23 ના રોજ બે દિવસનો વાડ મુખ્ય પ્રાથમિક શાળા ખેરગામમાંથી શૈક્ષણીક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાવાગઢ,બરોડા, ડાકોર, કાંકરિયા તળાવ , વૈષ્ણવ દેવી, અક્ષરધામ જેવા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો. જેમાં  પ્રવાસની શરૂઆત પાવાગઢ થી કરવામાં આવી જેમાં પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ,  કિલ્લો, જામાં મસ્જિદ અને મોતી મસ્જિદ મુલાકાત કરવામાં આવી હતી.


 ત્યાર બાદ  પાવાગઢ પર્વત પર મહાકાળી માટેના દર્શન કરી  બરોડા સયાજી ગાયકવાડ મહારાજ મ્યુઝિયમ  નિહાળ્યું. જેમાં  રાજા મહારાજા અને રાણી તેમજ રાજકુમારનો પોશાક, લડાઈ માટેના સાધનો, 19 મી સદીની માટીની વિવિધ વસ્તુઓ,,લાકડામાંથી કોતરણી કરીને બનાવેલ વિવિધ વસ્તુઓ , ધાતુઓ ની વસ્તુઓ તેમજ વિવિધ ખનીજો ના નમુના તેમજ પક્ષીઓ અને પ્રાણીઓ તેમજ મમી અને બધા સજીવોના હાડપિંજર નિહાળ્યા હતા.

ત્યારબાદ ડાકોરમાં રણછોડરાય ભગવાનના દર્શન કરી અમદાવાદ કાંકરિયા તળાવ,  કમલા નહેરુ પાર્કમાં પ્રાણીસંગ્રહાલય, વૈષ્ણવ દેવી માતા, વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલ અડાલજની વાવની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ ગુજરાતનું  પાટનગર ગાંધીનગરમાં વિઠ્ઠલભાઈ ભવન વિધાનસભા ગૃહ, મહાત્મા મંદિર  અક્ષરધામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, પ્રદર્શન તેમજ વોટર લેસર શો નિહાળ્યો હતો.





Post a Comment

0 Comments