Khergam : ખેરગામના N.S.S.ના બે સ્વયંસેવકો રાષ્ટ્રીય એકતા (NIC)-૨૦૨૪ શિબિરમાં ભાગ લેશે.

ખેરગામના સરસીયા ખાતે આવેલી સરકારી વિનયન વાણિજય અને વિજ્ઞાન કોલેજના સ્વયંસેવકો આયુષકુમાર સુભાષભાઈ પટેલ અને રૂત્વિકાબેન સુધીરભાઈ પટેલ કૉલેજના આચાર્ય ડૉ. સંજયકુમાર એમ. પટેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.) વિભાગ દ્વારા તા.૧૬ થી તા.૨૨ દરમિયાન ફ્કીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડીસ્સા ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા શિબિર (NIC)-૨૦૨૪ માં ભાગ લેશે.એન.એસ.એસ. પ્રાદેશિક નિર્દેશાલય, ભુવનેશ્વર અને યુવા અને રમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા ફ્કીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડીસ્સા ખાતે યોજિત શિબિરમાં સમગ્ર ભારતભરના વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઓળખ કરાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિરમાં સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યોના કુલ ૧૨૨ N.S.S. ના સ્વયંસેવકો ભાગ લેશે. જેમાં સમગ્ર ગુજરાત રાજયમાંથી વિવિધ યુનિવર્સિટીઓમાંથી માત્ર ચાર સ્વયંસેવકો અને ચાર સ્વયંસેવિકાઓ મળી કુલ ૮ સ્વયંસેવકોને કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ખેરગામ કોલેજના બે સ્વયંસેવકો આયુષકુમાર સુભાષભાઈ પટેલ અને રૂત્વિકાબેન સુધીરભાઈ પટેલની પસંદગી થઈ છે, જે સમગ્ર કૉલેજ પરિવાર માટે ગૌરવની બાબત છે.